જૂનાગઢમાં સખી મંડળની બહેનો દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળાનો થયેલ પ્રારંભ

જૂનાગઢમાં સખી મંડળની બહેનો દ્વારા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મેળાનો થયેલ પ્રારંભ

જૂનાગઢ તા.ર૩
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તેમજ સખી મંડળની બહેનોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર પૂરૂ પાડવાના હેતુથી ‘સ્વદેશી મેળા-૨૦૨૬‘નું આઝાદ ચોક ખાતે એ.જી. સ્કૂલ મેદાન ખાતે હર ઘર સ્વદેશી,ઘર ઘર સ્વદેશીના સ્લોગન સાથે મેયર ધર્મેશ ડી પોશિયાના વરદ હસ્તે તેમજ કમિશ્નર આઈ.આર.વાળા, ડે . મેયર આકાશભાઈ કટારા,સ્થાયી સમિતિ ચેરપર્શનપલ્લવીબેન ઠાકર,શહેર પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઇ અજવાણી,કોર્પોરેટર ચેતનાબેન ચુડાસા,ભાવનાબેન વ્યાસ, પ્રવિણભાઈ વાઘેલા, નાયબ કમિશનર કે.સી.વાઘેલા તથા જયેશ પી.વાજા,અગ્રણી શ્રેયસભાઈ ઠાકર તથા મહાનગર પાલિકા,જૂનાગઢના અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવેલ છે.આ કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભવઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી બાળાઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા.
જૂનાગઢ શોપિંગ ફેસ્ટિવલ અંતર્ગત લોકલ ફોર વોકલ અને ઘર ઘર સ્વદેશી,હર ઘર સ્વદેશીના સૂત્રને સાર્થક કરવા માટે આ સ્વદેશી મેળામાં સખી મંડળની બહેનો દ્વારા નિમિર્ત વિવિધ હસ્તકલાની વસ્તુઓ, ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ સહિતના અનેક આકર્ષક સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલ્સ ઉપલબ્ધ રહેશે. અહીં મુલાકાતીઓ ઉત્તમ ગુણવત્તાવાળી સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદી કરી સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કરી શકશે.
જેમાં તા:૦૨/૧૧/૨૦૨૬ સુધી ચાલનારા આ મેળામાં નાગરિકો માટે મનોરંજનાર્થે ગેમ ઝોન તેમજ સ્વાદિષ્ટ વાનગીઓ માટે વિવિધ ખાણીપીણીના સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તા.૨૩-૧૦-૨૦૨૬ ના રોજશિવરાજભાઈ વાળા (લોકસાહિત્યકાર), તા.૨૪-૧૦-૨૦૨૬ ના રોજવિપુલભાઈ ત્રિવેદી (નાથજીની ઝાંખી), તા.૨૫-૧૦-૨૦૨૬ ના રોજનરેશ રાવળ (લોકસાહિત્યકાર) તથારિઝવાન એંડ ગ્રુપ (શિવ તાંડવ, ગરબા, ગણેશ સ્તુતિ), તા.૨૬-૧૦-૨૦૨૬ ના રોજઅંકિત ખાણઘર (સ્વદેશી નાટક/લાઈવ કોન્સર્ટ), તા.૨૭-૧૦-૨૦૨૬ ના રોજદપિર્ત દવે (ફિલ્મી ગીતો), તા.૨૮-૧૦-૨૦૨૬ ના રોજસાગર કાયા (કોન્સર્ટ - અબર્ન ગુજરાતી ગીતો), તા. ૨૯-૧૦-૨૦૨૬ ના રોજભરતસિંહ ડોડીયા (લોકસાહિત્યકાર), તા.૩૦-૧૦-૨૦૨૬ ના રોજઅમુદાન ગઢવી (લોકસાહિત્યકાર), તા.૩૧-૧૦-૨૦૨૬ ના રોજનિરૂબેન દવે (આધ્યાત્મિક તેમજ ભક્તિ સંગીત), તા.૦૧-૧૧-૨૦૨૬ ના રોજધીમહી જોષી તેમજ સિડી ધમાલ નૃત્ય (રાસ ગરબા, ભરત નાટ્યમ, ધમાલ નૃત્ય) તથા તા.૦૨-૧૧-૨૦૨૬ ના રોજઉપેન્દ્ર બારોટ (લોકડાયરો) રજૂ થશે, જે શહેરીજનો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે.
જૂનાગઢના તમામ નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી, સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરી સ્થાનિક કારીગરો, મહિલા સ્વસહાય જૂથો અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરૂ પાડવા મહાનગરપાલિકા, જૂનાગઢના મેયર ધર્મેશ ડી પોશિયા સહિતના પદાધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.