બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ જતા તપાસનો ધમધમાટ : ભારે શોધખોળ

બાંગ્લાદેશી મહિલા ફરાર થઈ જતા તપાસનો ધમધમાટ : ભારે શોધખોળ

જૂનાગઢ તા. ર૩
જૂનાગઢ શહેરમાં હાથીખાના ચોક બહેરા મૂંગા સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ફરાર થયેલી બાંગ્લાદેશી મહિલાની ભાળ નહીં મળતા તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી વિગત અનુસાર મધુરમ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી ૨૮ વર્ષીય મિથિલા રાજુ રોય નામની મહિલાને ઝડપી લીધા બાદ તેને તપાસ, પૂછપરછ માટે  ૧૩ ઓક્ટોબરથી સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. દરમ્યાન મિથિલા ગત તા. ૧૯ ઓક્ટોબરના રોજ સાંજના સમયે આશ્રય રૂમની બારીની લોખંડની જાળી ખોલી સખી વન સ્ટોપ સેન્ટરમાંથી નીકળી ગઈ હતી. કર્મચારી મિતલબેન બગીયા વગેરેએ આસપાસમાં ન તપાસ કરતા મહિલા મળી આવી હતી. ફરાર બાંગ્લાદેશી મહિલાની શોધખોળ માટે છેલ્લા ૪ દિવસથી એ, બી, સી ડિવિઝન પોલીસ, એસઓજી સહિત ૪ ટીમે તપાસ હાથ ધરી છે. મહિલાના સ્થાનિક સંપર્ક, કામના સ્થળ વગેરે જગ્યાએ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ માધ્યમથી પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.