ચોકી પોલીસ ટ્રેનીંગ કોલેજનાં તાલીમાર્થી મહિલા સાથે ઓનલાઈન છેતરપીંડીની ફરીયાદ

ચોકી પોલીસ ટ્રેનીંગ કોલેજનાં તાલીમાર્થી મહિલા સાથે ઓનલાઈન છેતરપીંડીની ફરીયાદ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૯
ચોકી(સોરઠ)પોલીસ ટ્રેનીંગ સેન્ટરના તાલીમાર્થી મહિલા સાથે ક્રેડીટ કાર્ડમાં ચાર્જ કટ કરવાનું કહી ઓટીપી મેળવી મોબાઈલ હેક કરી કટકે કુલ રૂા.૮૦પ૧૭નું ટ્રાન્જેકશન કરી લઈ છેતરપીંડી કર્યાની ફરીયાદ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસ મથકે જીનલબેન બાબુભાઇ સોલંકી રહે.હાલ ચોકી સોરઠ પોલીસ ટ્રેનીંગ સેન્ટર તા.જી.જુનાગઢ મુળ રહે.બેરાજા (ભલસાણ) ગામ તા.કાલવાડ જી.જામનગર વાળાએ મો.૯૯૦૫૮ ૩૫૮૬૭ નો ધારક, મો.૭૦૬૧૧ ૦૯૩૯૪ નો ધારક, મો.૯૬૩૧૮૮૧૪૯૩ નો ધારક, એચ.ડી.એફ.સી. બેંકના વોલેટ એકાઉન્ટ નંબર WALLETP ૧૨૬૮૪૫૭૫ નો ધારક, ફોન પે વોલેટ એકાઉન્ટ નબર PHONEPELIMITED નો ધારક, બેંક ઓફ બરોડાના એકાઉન્ટ નંબર ૨૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૮૯ નો ધારક અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, અજાણ્યા મો.૯૯૦૫૮ ૩૫૮૬૭ તથા મો.૭૦૬૧૧ ૦૯૩૯૪ માંથી હિન્દી ભાષી શખ્સે ફરીયાદીના મોબાઈલ ઉપર ફોન કરી પોતે એક્ષીસ બેંકનો કર્મચારી હોવાનુ જણાવી ક્રેડીટ કાર્ડમાં ચાર્જ કટ થવાનું કહી ચાર્જ કટ ન કરવા માટે ફરીયાદીના મો.૯૩૧૩૪૪૫૭૬૧ પર અજાણ્યા મો.૯૬૩૧૮ ૮૧૪૯૩ માંથી વોટસઅપમાં એ.પી.કે. ફાઇલ તથા ઓટીપી મોકલાવી આ ઓટીપી મોકલવા જણાવતા ફરીયાદીએ ઓટીપી આપતા ફરીયાદીનો મોબાઇલ હેક કરી ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના એક્ષીસ બેંકના ક્રેડીટ કાર્ડમાંથી અલગ અલગ તારીખ અને કટકે કટકે કુલ રૂા.૮૦,૫૧૭ ના ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરી ફરીયાદીના ખાતામાથી રૂપીયા મેળવી છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.