લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ઉના તાલુકાના ગરાળ ગામે ડિગ્રી વગર બે બોગસ ડોક્ટરોને પોલીસે ઝડપી લીધા

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ઉના તાલુકાના ગરાળ ગામે ડિગ્રી વગર બે બોગસ ડોક્ટરોને પોલીસે ઝડપી લીધા

ઉના તા.૯
ઉના શહેર અને તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર મા સરકાર ની કોઈ પણ માન્ય ડિગ્રી વગર લોકો ની જિંદગી સાથે ચેડાં કરી એલોપેથી દવાઓ આપી સારવાર કરતા બોગસ ડોક્ટરો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળીયા છે. જાણે તેમને કાયદાનો ડર ના હોય. ગરાળ ગામે બે ડિગ્રી વગરના ડોક્ટરો લોકોની જીંદગી સાથે ચેડાં કરતા હોવાની ફરિયાદો ઉઠતા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લા એસ.ઓ.જી. બ્રાન્ચ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે.વણારકા. પીએસઆઈ એસ. જે. સોલંકી અને સ્ટાફે સરકારી મેડિકલ ઓફિસરની સાથે ઉના તાલુકાના ગરાળ ગામે રેડ કરતા ગામમા ક્લિનિક ચલાવતા ખેંગારસિંહ પ્રભાતસંગ ચાવડા ઉ. વ. ૬૦ રે ગરાળ તા. ઉના અને રાજેશભાઈ લીલાધરભાઇ બગથરીયા ઉ.વ.૬૦ રે. ગરાળની ક્લિનિકે જઈ રેડ કરતા ડોક્ટરો પાસે તબીબી પ્રેક્ટિસ કરવા ડિગ્રી જાેવા માંગતા તેમની પાસે કોઈ સરકાર માન્ય સંસ્થાની એલોપેથીક પ્રેક્ટિસ કરવાની ડિગ્રીના હોય તેમની ક્લિનિકમાં તપાસ કરતા દર્દીઓને તપાસવા ના સાધનો ટેબ્લેટ, ઇન્જેક્શન, સિરપોની બોટલોનો જથ્થો કુલ રૂપિયા ૩૭૬૪ની કિંમતનો કબ્જે કરી ઉના પોલીસ સ્ટેશન લાવી અલગ અલગ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
ગરાળ ગામના લોકો મા એવી ફરિયાદ ઉઠી છે. ખેંગારસિંહ પ્રભાતસંગ ચાવડા દર્દીઓને દાખલ કરી સારવાર પણ આપતા હતા. અને ગરાળ ગામે એક મોટુ બિલ્ડીંગનું બાંધકામ કરી હોસ્પિટલ બનવાનો ઈરાદો પણ રાખતા હતા તેમજ મેડિકલ વેસ્ટ પણ શાળા પાસે સળગાવી પ્રદુષણ ફેલાવતા હોવાનો આક્ષેપ કરેલ છે. આ બોગસ ડોક્ટરોને કોણ મોટા પ્રમાણ મા એલોપેથીક દવાઓ વેચાણ કરતા વેપારીઓ સામે પણ પગલા લેવા જાેઈએ તેવી માગણી ઉઠી છે.