વેરાવળમાં એમ્ફેટામીન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો : રૂા. ૬.૩ર લાખનો મુદામાલ જપ્ત
ગીર સોમનાથ તા. ૧૩
ગીર સોમનાથ જીલ્લાનાં વેરાવળમાં એન્ટી નાર્કોટીકસ વીંગ અને એસઓજી દ્વારા સંયુકત કાર્યવાહી કરી અને ચોકકસ બાતમીનાં આધારે એમ્ફેટામીન ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવેલ છે. પ૭.૬પ ગ્રામ ડ્રગ્સની કિંમત રૂા. પ.૭૬ લાખ થવા જાય છે. ડ્રગ્સ, મોબાઈલ, ઓટો રીક્ષા સહીત રૂા. ૬.૩ર લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે પડેલા આ દરોડા દરમ્યાન વેરાવળનાં અલ્લારખા કેસરીયાની ધરપકડ કરવામાં આવી છે. જયારે મુંબઈનાં મૌસીન તુર્ક અને વેરાવળનાં તૌસીફ મલેકની શોધખોળ કરવામાં આવી છે. વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે.


