એલઓસી પર ફેબ્રુઆરી-ર૭ સુધીમાં પાંચમી S-400 સિસ્ટમ સ્થાપિત કરાશે : સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનશે

એલઓસી પર ફેબ્રુઆરી-ર૭ સુધીમાં પાંચમી S-400 સિસ્ટમ સ્થાપિત કરાશે : સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનશે

(એજન્સી)           કાશ્મીર તા.ર૭
ભારત જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથે લાગેલી ૭૪૦ કિલોમીટર લાંબી નિયંત્રણ રેખા (LoC) પર સુરક્ષા મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે પાંચમી S-400  એર ડિફેન્સ સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારતીય વાયુસેનાની એક ટીમ આગામી મહિને રશિયા જઈને આ સિસ્ટમનું પ્રી-ડિસ્પેચ ઇન્સ્પેક્શન કરશે. ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીમાં તેને તૈનાતી માટે તૈયાર થઈ જવાની આશા છે. આ માહિતી મામલાથી સંકળાયેલા બે અધિકારીઓએ આપી છે.
અહેવાલ મુજબ, ચીન ૨૦૨૭માં પાકિસ્તાનને J-35 પાંચમી પેઢીનાં લડાકુ વિમાનો આપી શકે છે. તેના જવાબમાં ભારત લાંબા અંતરના હથિયારો અને લોઇટરિંગ મ્યુનિશન તૈયાર કરવા તથા ખરીદવાની યોજના બનાવી રહ્યું છે.