ગુજરાતના અર્થતંત્રને ડેસ્ટિનેશન વેડિંગથી રૂા.૪૦,૦૦૦ કરોડનો વેગ મળશે
(બ્યુરો) અમદાવાદ તા. ૨૭
લગ્ન પ્રસંગો ભલે હવે મર્યાદિત મહેમાનો સાથે અંગત બની રહ્યાં હોય, પરંતુ તેની ઉજવણીનો ઠાઠમાઠ, ભવ્યતા અને ખર્ચનો આંકડો સતત વધી રહ્યો છે. આ લગ્નસરાની મોસમમાં પરિવારોનો મુખ્ય ઝોક ડેસ્ટિનેશન વેડિંગ, સેલિબ્રિટી પર્ફોર્મન્સ અને મહેમાનોને કંઈક અલગ તેમજ યાદગાર અનુભવ કરાવવા પર છે. ડેસ્ટિનેશન વેડિંગના આયોજનમાં જાણીતી ઈવેન્ટ પ્લાનિંગ અને મેનેજમેન્ટ કંપની ‘ટ્રુ ઈવેન્ટ્સ‘ના સ્થાપકના જણાવ્યા મુજબ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રત્યે પરિવારોમાં ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે અને નવેમ્બર-ડિસેમ્બરની સીઝન માટે અહીં આશરે ૩૦ જેટલા લગ્નો બુક થઈ ચૂક્યા છે.


