ચાંદીમાં એક જ દિવસમાં રૂા.૯૧૦૦નો ઘટાડો, સોનુ ર૦ દિવસમાં રૂા.ર૩,૦૦૦ સસ્તુ થયું

ચાંદીમાં એક જ દિવસમાં રૂા.૯૧૦૦નો ઘટાડો, સોનુ ર૦ દિવસમાં રૂા.ર૩,૦૦૦ સસ્તુ થયું

(એજન્સી)    નવી દિલ્હી તા.૨૬
સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) મુજબ, ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૩,૬૩૫ રૂપિયા ઘટીને ૧.૨૧ લાખ રૂપિયા પર આવી ગયો છે. બીજી તરફ, એક કિલો ચાંદી ૯,૧૦૩ રૂપિયા સસ્તી થઈને ૧.૪૩ લાખ રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ૨૩ નવેમ્બરે સોનાના ભાવમાં સતત ૧૬ દિવસના ઘટાડા બાદ વધારો થયો હતો. આ દિવસે સોનું ૧.૨૫ લાખ રૂપિયા અને ચાંદી ૧.૫૩ લાખ રૂપિયા પર હતી.
૫ નવેમ્બરે સોનાનો ભાવ ૧.૪૪ લાખ રૂપિયા હતો, જે સતત ઘટાડા બાદ ૧.૨૪ લાખ રૂપિયા પર આવી ગયો હતો. નિષ્ણાતો અનુસાર, ઘટાડાને કારણે હવે સોના-ચાંદીની ખરીદી વધવા લાગી છે, પરંતુ હાલમાં એકસાથે મોટી ખરીદી કરવાનું ટાળવું જોઈએ. કોમોડિટી નિષ્ણાત માને છે કે સોનું-ચાંદી હપ્તામાં ખરીદવું જોઈએ. થોડું અત્યારે ખરીદી લો અને થોડું-થોડું ૧૫-૨૦ દિવસના અંતરે ખરીદો. રોકાણ માટે એક-બે મહિનાને બદલે ૬ મહિનાથી લઈને એક વર્ષ સુધીનો સમયગાળો ધ્યાનમાં રાખીને ખરીદી કરવી જાેઈએ.