દેવદિવાળીના પાવન પર્વે દ્વારકા-સોમનાથના દેવાલયો પર ચંદ્રદેવની અમૃતવર્ષા
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.ર૬
ગતરાત્રિના દેવદિવાળીના પાવન અવસરે ચારધામ પૈકીના એક તીર્થધામ દ્વારકામાં આવેલાં દ્વારકાધીશના જગતમંદિર તથા બાર જયોતિર્લિંગ પૈકીના પ્રમુખ જયોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દેવાલયો પર રાત્રિના સમયે ચંદ્રદેવ દ્વારા અમૃતવર્ષા કરવામાં આવી હતી. બંને તીર્થક્ષેત્રના દેવાલયોની આ અદભૂત ઝાંખી નિહાળીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે જ ભાવિકોએ શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો.


