દ્વારકામાં શારદાપીઠ કોલેજના પ્રોફેસર દ્વારા સોશ્યલ મીડીયામાં હિન્દુ ધર્મ વિરૂધ્ધ કરેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં હિંદુ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

દ્વારકામાં શારદાપીઠ કોલેજના પ્રોફેસર દ્વારા સોશ્યલ મીડીયામાં હિન્દુ ધર્મ વિરૂધ્ધ કરેલ અભદ્ર ટિપ્પણીના વિરોધમાં હિંદુ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.રપ
ઓખામંડળ દ્વારકા શારદાપીઠ કોલેજના પ્રોફેસર દ્વારા થોડા સમય પહેલા સોશ્યલ મીડીયામાં કથિત રીતે હિન્દુ સમાજ વિરોધી કરેલ પોસ્ટના સખ્ત વિરોધમાં હિંદુ સમાજ દ્વારકા દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે આવેદનપત્રમાં જણાવ્યાનુસાર આ પ્રોફેસર દ્વારા કરાયેલ પોસ્ટ અંગે યોગ્ય તપાસ કરવા પણ માંગ કરાઈ છે. હિંદુ સંગઠન દ્વારા શારદાપીઠ કોલેજમાં પણ આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યકત કર્યો હતો.