ઉના પોલીસે ગુમ થયેલી રૂપિયા 50 હજારની કિંમતની બે મોટર સાયકલ શોધી મૂળ માલિકને પરત કરી

ઉના પોલીસે ગુમ થયેલી રૂપિયા 50 હજારની કિંમતની બે મોટર સાયકલ શોધી મૂળ માલિકને પરત કરી

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. 17
ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે. કે. મોરીની સૂચનાથી સર્વલેન્સ સ્ક્વોડના એએસ.આઇ. ભાવેશ ભાઈ કરશનભાઈ, જાેરૂભા નારણભાઈ મકવાણા અને પો. કો. અનિલભાઈ ભૂપતભાઈ જાદવ, સુનિલભાઈ કેશવભાઈ બાંભણિયા પેટ્રોલિંગમાં હતા ત્યારે ભાચા ધોકડવા રોડ ઉપર એક મોટર હોન્ડા સ્પ્લેન્ડર નંબર પ્લેટ વગરની બિન વારસી મળી આવી હતી. તેમજ ઉના- ગીરગઢડા રોડ ઉપર સરવાવ પાસે હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ 11 AC 0489 બિન વારસી મળી આવી હતી તેની તપાસ કરતા એક મોટર સાયકલ અશોકભાઈ અરવિંદભાઈ વરૂ રે. મીઠાપુર તા. જાફરાબાદની તેમજ બીજી મોટર સાયકલ અજયભાઈ ભીમાભાઇ મકવાણા રે. ચાચકવડ તા.ઊનાની ગુમ થઈ ગઈ હતી તેની અરજી ઉના પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેની ખરાઈ કરી કાગળો તપાસી બન્નેને ઉના પોલીસ સ્ટેશને બોલાવી કુલ રૂા. 50000/ની કિંમત ની બે મોટર સાયકલ સુપ્રત કરી તેરા તુજકો અર્પણ કરી પોલીસ લોકોની મિત્રનું સૂત્ર સાર્થક કર્યું હતું.