ઉના તાલુકાના ઉમેજ ગામમાં કરોડો રૂપિયાની ગૌચર જમીનની પેશકદમી દુર કરવા ડિમોલીશન શરૂ

ઉના તાલુકાના ઉમેજ ગામમાં કરોડો રૂપિયાની ગૌચર જમીનની પેશકદમી દુર કરવા ડિમોલીશન શરૂ

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. 17
ઉના તાલુકાના ઉમેજ ગામમાં અને સીમમાં લોકોએ સરકારી જમીન અને ગૌચર જમીન ઉપર ત્રણસો વિઘા જેની કિંમત કરોડો રૂપિયા થાય છે. તેમાં દબાણ કરી આંબાના ઝાડ વાવી મકાન બનાવી પેશકદમી કરેલ હોય, ગ્રામ પંચાયત અને ઊના મામલતદાર કચેરી દ્વારા દબાણ કરેલ લોકોને હટાવવા નોટિસ આપી હતી તેમ છતાં દબાણ ના હટાવતા ગઈકાલે ઊનાના નાયબ મામલતદાર, 8 તલાટી મંત્રી, 21 પોલીસ સ્ટાફના બંદોબસ્ત સાથે ચાર જેસીબી મશીન લઈ દબાણ હટાવવાનું કામ શરૂ કર્યું હતું ઘણા લોકોએ જમીન ઉપર આંબાના ઝાડ વાવી ખેતીના પાક પણ લેતા હતા. અંદાજિત 300 વિઘા જમીન ઉપર દબાણ હોય તે હટાવવા તા. 19/6/26 સુધી કામગીરી કરી કરોડો રૂપિયાની ગૌચર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવશે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખેલ છે.