રોહકતમાં ગેંગવોર  અંધાધૂંધ ગોળીબારમાં ૪ના મોત નિપજયા

રોહકતમાં ગેંગવોર  અંધાધૂંધ ગોળીબારમાં ૪ના મોત નિપજયા

(એજન્સી)      રોહતક તા.૨૬: 
હરિયાણાના રોહતકમાં લોહિયાળ ગેંગ વોર ફાટી નીકળ્યું છે. બુધવારે મોડી રાત્રે મિલન ઢાબા ખાતે અંધાધૂંધ ગોળીબારમાં ચાર યુવાનોના મોત થયા હતા. ખારાવર પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦ પગલાં દૂર આ ઘટના બની હતી. મૃતકોમાં દિઘલના રહેવાસી જગબીરનો પુત્ર રિકુ, દિઘલના રહેવાસી જયબીરનો પુત્ર વિનીત, દિઘલના રહેવાસી ગંજુ અને બેરીના રહેવાસી રાજબીરનો પુત્ર હિમાંશુનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, પાંચ સશસ્ત્ર ગુનેગારો એક સ્વિફટ કારમાં આવ્યા હતા. આરોપીઓએ રેસ્ટોરન્ટમાં જમતા યુવાનો પર ગોળીબાર કર્યો. ગોળીબારના અવાજથી રેસ્ટોરન્ટમાં નાસભાગ મચી ગઈ હતી.