સોમનાથમાં કાતિર્કી પૂણિર્મા મેળાનું સમાપન : પાંચ દિવસમાં ૮ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

અંતિમ દિવસે ૧.૭૫ લાખથી વધુ સહેલાણીઓની ભીડ: માયાભાઈ આહીર અને કીતિર્દાન ગઢવીના ડાયરાએ મોડી રાત સુધી રંગત જમાવી

સોમનાથમાં કાતિર્કી પૂણિર્મા મેળાનું સમાપન : પાંચ દિવસમાં ૮ લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

(રાકેશ પરડવા દ્વારા)
સોમનાથ તા.૨૫
સૌરાષ્ટ્રના નામાંકિત પ્રભાસતીર્થ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે તા. ૨૦થી ૨૪ નવેમ્બર દરમ્યાન યોજાયેલો પાંચ દિવસીય કાતિર્કી પૂણિર્મા મેળો શ્રદ્ધા, ભક્તિ, લોકસંસ્કૃતિ અને મનોરંજનના અદભુત સંગમ સાથે સંપન્ન થયો હતો. પાંચ દિવસ દરમિયાન ૮ લાખથી વધુ ભાવિકો અને સહેલાણીઓએ મેળાની મુલાકાત લઈ વિવિધ આકર્ષણોનો આનંદ માણ્યો હતો. જ્યારે મેળાના અંતિમ દિવસે જ અંદાજે ૧.૭૫ લાખ જેટલા સહેલાણીઓ ઉમટી પડતાં સમગ્ર મેળા પરિસર માનવ મહેરામણથી ઉભરાયું હતું.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પર યોજાતો આ મેળો છેલ્લા ૭૧ વર્ષથી અવિરત પરંપરા સાથે યોજાઈ રહ્યો છે. વર્ષ ૧૯૫૫થી શરૂ થયેલી આ પરંપરા આજે ધામિર્ક આસ્થા ઉપરાંત સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને સામાજિક સમન્વયનું વિશિષ્ટ કેન્દ્ર બની છે.
મેળાના પાંચમા અને અંતિમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અને લોકગાયક કીતિર્દાન ગઢવીની જુગલબંદીએ ચાર ચાંદ લગાવ્યા હતા. બંને કલાકારોએ પોતાના આગવા અંદાજમાં લોકસાહિત્ય, લોકગીતો અને ભક્તિ સંગીતની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત હજારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કીતિર્દાન ગઢવીએ ભગવાન શિવ અને શ્રીકૃષ્ણનાં ભજનો સાથે લોકગીતોની રમઝટ બોલાવી હતી. તેમના ગીતોના તાલે યુવાનો સહિત શ્રોતાઓ ઝૂમી ઊઠયા હતા. બીજી તરફ માયાભાઈ આહીરે લોકસાહિત્યની વાતો, રમૂજી પ્રસંગો અને જોક્સની છોળો ઉડાવી શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા ડાયરામાં લોકસંસ્કૃતિની રંગત જામી હતી.
આ વર્ષે મેળાનું વિશેષ આકર્ષણ છેલ્લા ત્રણ વર્ષ બાદ ફરી શરૂ થયેલી મોટી રાઇડ્સ રહી હતી. મિક્સર, ત્સુનામી, વિશાળ ચકડોળ અને મોતનો કૂવો સહિતની રોમાંચક રાઇડ્સમાં બાળકોથી લઈને મોટેરાંઓ સુધીના સહેલાણીઓએ સહપરિવાર આનંદ માણ્યો હતો. ખાણીપીણીના સ્ટોલ્સ, વિવિધ હસ્તકલા પ્રદર્શનો અને મનોરંજનનાં સાધનોએ પણ મેળાની રોનક વધારી હતી.
મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલના સુધારાગૃહમાં સજા ભોગવતા પાકા કામના કેદીઓ દ્વારા શરૂ કરવામાં આવેલો ભજીયાનો સ્ટોલ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. દર વર્ષની પરંપરા મુજબ કેદીઓને મેળામાં લાવી ભજીયાનો સ્ટોલ શરૂ કરવામાં આવે છે. ગત વર્ષે આ સ્ટોલ પર છ લાખ રૂપિયાથી વધુના ભજીયાનું વેચાણ થયું હતું. આ વર્ષે પણ સ્ટોલ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કેદીઓના કૌશલ્ય અને પુનર્વસનના હેતુ સાથે જોડાયેલો આ પ્રયાસ મેળાની વિશેષ ઓળખ બની રહ્યો છે.
કાતિર્કી પૂણિર્માના પાવન અવસરે યોજાયેલો આ મેળો ધામિર્ક આસ્થા સાથે લોકસંસ્કૃતિ, પરંપરા, મનોરંજન અને સામાજિક એકતાનું કેન્દ્ર બન્યો હતો. મેળામાં આવનારા સહેલાણીઓની સુવિધા, સુરક્ષા અને સ્વચ્છતા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, વોચ ટાવર, કંટ્રોલ રૂમ, જાહેર ઉદ્ઘોષણા વ્યવસ્થા ઉપરાંત અગ્નિશમન અને ઇમરજન્સી સેવાઓ કાર્યરત રાખવામાં આવી હતી.
આમ, પાંચ દિવસ સુધી ભક્તિ, ભોજન, ભજન અને રાઇડ્સની રંગત સાથે સોમનાથનો કાતિર્કી પૂણિર્મા મેળો લાખો લોકોની યાદોમાં સંભારણું બની રહ્યો હતો. આઠ લાખથી વધુ સહેલાણીઓની ઉપસ્થિતિએ સોમનાથની ધામિર્ક અને સાંસ્કૃતિક ઓળખને વધુ ઉજાગર કરી હતી.