અલ્હાબાદ હાઈકોર્ટે ધારાસભ્યને ગેરલાયક ઠેરવતા ભાજપને ચૂંટણી પહેલા ઝટકો
લખનઉ, તા.૨૭
ઉત્તરપ્રદેશમાં આગામી ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ૨૦૨૨ ની ચૂંટણીને લઈને મોટો ચુકાદો આવ્યો છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે બિજનૌરની નહતૌર બેઠક પરથી ૨૦૨૨ માં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ઓમ કુમારનું નિર્વાચન રદ કરી દીધું છે. આ ચુકાદાએ સમગ્ર કાર્યકાળ દરમિયાન સત્તા અને ધારાસભ્યપદ ભોગવ્યા બાદ ચૂંટણી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.


