જૂનાગઢમાં હોન્ડા કંપનીના શો રૂમમાંથી રૂા.૭૯૯૦૦ની ચોરી - ૩ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર૧
જૂનાગઢ રાજકોટ રોડ પર આવેલ હોન્ડા કંપનીના શોરૂમમાંથી ૭૯૯૦૦ની રોકડની ચોરી કરી ગયાની ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસ મથકે જલ્પાબેન ભરતભાઈ સાંગાણીએ અજાણ્યા ત્રણ શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, અજાણ્યા ત્રણ શખ્સોએ હોન્ડા કંપનીના ફાઈવ સ્ટાર ઓટો એજન્સીના શો રૂમની પાછળની દિવાલ ટપી વર્કશોપના બાથરૂમની સીમેન્ટની બારી તોડી શોરૂમમાં પ્રવેશી જુદા જુદા ટેબલોના ખાનાઓમાંથી રૂા.૭૯૯૦૦ની ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


