ગિરનારની લીલી પરીક્રમામાં ચાલુ વર્ષે પાણીનો પ્રશ્ન પડકારરૂપ
અપુરતા વરસાદનાં કારણે જંગલમાં ઝરણા સુકાવા લાગતા પીવાના પાણીની તંગી સર્જાશે : વન્ય પ્રાણીઓની સતત અવરજવર સામે યાત્રાળુઓની સુરક્ષા માટે એકશન પ્લાન જરૂરી- આગામી પરીક્રમામાં યાત્રાળુઓની સંખ્યામાં વિક્રમજનક વધારો થશે
જૂનાગઢ તા. ર૧
જૂનાગઢ નજીક આવેલા તિર્થોનાં ધામ અને આધ્યાત્મીક અનુભુતી જયાં થાય છે તેવા ગિરનારજી મહારાજની પ્રદક્ષિણા એટલે ‘ગિરનારની લીલી પરીક્રમા’ દર વર્ષે યોજાતી ગિરનારની લીલી પરીક્રમા આગામી દેવદીવાળીનાં પર્વથી શરૂ થશે અને ૩૬ કી.મી.ની પાવનકારી પરીક્રમામાં લાખો ભાવિકો, શ્રધ્ધાળુઓ સેવાનું પુનિત ભાથું બાંધશે. તેમજ પરીક્રમાનું પુણ્ય બાંધશે. પરીક્રમા અંગેની તૈયારી અને આયોજનનાં ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી યોગેશ ચૌધરીનાં અધ્યક્ષસ્થાને બેઠક તાજેતરમાંજ યોજવામાં આવી હતી અને જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. તેમજ પરીક્રમાનાં આયોજન માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તે આવકારદાયક છે અને ભાવિકો, શ્રધ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. પરંતુ આ સાથેજ આ વર્ષે યોજાનાર આગામી ગિરનારની લીલી પરીક્રમામાં પાણીનો પ્રશ્ન મુખ્ય પડકારરૂપ બને તેમ મનાઈ છે. આ ઉપરાંત હીંસક પ્રાણીઓની અવરજવરની સામે યાત્રાળુઓની સુરક્ષા માટે પણ તકેદારી રાખવી પડે તે માટેના પગલા અને પરીક્રમાને લઈને દેશભરમાંથી ઉમટી પડતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તેવી સુચારૂ વ્યવસ્થા માટેનાં પગલા પણ જરૂરી બન્યા છે. તેવા સંજાેગોમાં આ વખતની પરીક્રમામાં ખાસ તો પાણીનો પ્રશ્ન પડકારરૂપ બને તેવા નિર્દેશ મળી રહયા છે.
જંગલમાં પાણીની તંગી ઉભી થશે
ચાલુ વર્ષે જૂનાગઢ શહેર અને જિલ્લામાં તેમજ ગિરનાર ક્ષેત્રમાં પણ ખુબજ ઓછો વરસાદ થયો છે. જેના કારણે મોટાભાગનાં જળાશયો આજે તળીયાઝાટક બની રહયા છે. આવી સ્થિતી વચ્ચે જંગલ વિસ્તાર અને ગિરનાર ક્ષેત્રમાં આવેલા ઝરણા સુકાવા લાગ્યા છે. આવી સ્થિતી હાલ છે. ગિરનારની ૩૬ કી.મી.ની પરીક્રમા યોજાઈ ત્યારે યાત્રાળુઓને જંગલમાં પરીક્રમા દરમ્યાન પડાવ કરતા હોય ત્યારે તેમને રસોઈથી લઈ પીવા માટે, ન્હાવા માટે પાણીની જરૂરીયાત રહે જેથી પાણીની જંગલમાં વ્યવસ્થા ન થાય તો પાણીની મોટી તંગી ઉભી થશે. પરીક્રમા દરમ્યાન યાત્રાળુઓનો પડાવ હોય છે. તેમજ જંગલમાં ખાસ યાત્રાળુઓની સેવા માટે ચાલતા અન્નક્ષેત્રો અને ઉતારા માટે પાણીની વ્યવસ્થા માટેનું આયોજન તંત્ર દ્વારા અત્યારથીજ કરવું પડે જેથી યાત્રાળુઓને પાણીની મુશ્કેલી ન પડે.
વન્યપ્રાણીઓની સુરક્ષાના પગલા
ગિરનાર અને જંગલ ક્ષેત્રમાં વન્ય પ્રાણીઓની અવરજવર સતત રહે છે. ખાસ કરીને ગિરનારની સીડી ખાતે પણ અવારનવાર હીંસક પશુઓનાં આંટાફેરા તથા હુમલાનાં બનાવો પણ અવારનવાર થાય છે જેથી ખાસ કરીને વન્યપ્રાણીઓથી યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે સુરક્ષાનાં પગલા ભરવાની માંગણી ઉઠવા પામી છે.
યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે
ગિરનારની લીલી પરીક્રમામાં દેશભરમાંથી દર વર્ષે ૧૦ થી ૧ર લાખ યાત્રાળુઓ ઉમટી પડે છે અને ભજન, ભોજન, ભક્તિનાં ત્રિવેણી સંગમ સમા પરીક્રમાનાં મેળામાં ગિરનારજી મહારાજની ૩૬ કી.મી.ની પરિક્રમા પુણ્ય કરી અને અદ્ભુત અનુભુતીનો લ્હવાો લે છે. દેવદિવાળીનાં દિવસથી શરૂ થતી લીલી પરીક્રમા કાર્તિકી પુર્ણિમા સુધી ચાલે છે. પાંચ દિવસનાં પરીક્રમાનાં મેળામાં આ વર્ષે વધારો થવાની ધારણા છે. આ વર્ષે ઓછા વરસાદને લઈને તેની અસર ઘણા ક્ષેત્રોમાં પડી છે. ખેતીવાડીમાં પણ મોસમ ન હોવાને કારણે આ વર્ષે લાખોની સંખ્યામાં ઉમટી પડશે. અંદાજીત ૧પ લાખ સુધી આંકડો પહોંચે તેવી ધારણા છે. જેથી તમામ આયોજન વહેલું કરવું જરૂરી છે.
અન્નક્ષેત્રો-ઉતારા મંડળ અને સેવાભાવી સંસ્થાઓને જરૂરી સુવિધા આપો
જૂનાગઢ નજીક આવેલ ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીનો પાંચ દિવસનો મેળો અને પરિક્રમાનો પાંચ દિવસનો મેળો ભક્તિભાવ પુર્વક યોજવામાં આવે છે. આ બંને મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો, શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં આવતા શ્રધ્ધાળુઓ, ભાવિકોને માટે ધાર્મિક સ્થાનો, અન્નક્ષેત્રો અને ઉતારા મંડળમાં ભોજન-પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે. ભાવિકોની સેવામાં કોઈપણ જાતના ભેદભાવ વિના નિ:સ્વાર્થ ભાવે સેવા કરનાર સેવાભાવીઓ રાત દિવસ અન્નક્ષેત્રો ચલાવે છે અને સેવા કરે છે. આગામી લીલી પરીક્રમામાં પણ અન્નક્ષેત્રો યાત્રાળુઓની સુવિધામાં શરૂ કરવામાં આવશે. ત્યારે સેવાભાવી સંસ્થા, અન્નક્ષેત્રો, ધાર્મિક સ્થળો કે ઉતારા મંડળોને અન્નક્ષેત્રો ચલાવવા માટેની તમામ પ્રકારની જાેઈતી સુવિધા મળી રહે તે પણ અત્યંત જરૂરી છે. ખાસ કરીને અન્નક્ષેત્રો માટે લાવવા-લઈ જવાના સામાન, વાહનો વગેરેને પરમીટ સહીતની અગ્રતાના ધોરણે અપાઈ તે અત્યંત જરૂરી છે અને તંત્ર પણ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે.
શહેરનાં મુખ્ય રસ્તા, ભવનાથ તરફ જવાના રસ્તા તત્કાલ બનાવો
આગામી દેવદીવાળીનાં દિવસથી ગરવા ગિરનારની લીલી પરિક્રમા શરૂ થનાર છે. પાંચ દિવસનાં પરીક્રમાના મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. પરીક્રમા શરૂ થવાના આડે ગણતરીના દિવસોજ બાકી રહયા છે ત્યારે પહેલા શહેરનાં મુખ્ય રસ્તાઓથી માંડી ભવનાથ તરફ જતા રસ્તાઓ સમયસર પરીક્રમા પહેલા જ બનાવવામાં આવે તે પણ જરૂરી છે. જેથી કરીને ટ્રાફીકની સ્થિતી પણ યોગ્ય સંકલન થઈ શકે તેવો જાણકારોનો મત છે.
અંતમાં આગામી ગિરનારની લીલી પરીક્રમામાં અપુરતા વરસાદને કારણે પાણીનો પ્રશ્ન ખુબજ વિકટ બનશે. તેવા સંજાેગોમાં ગિરનારની પરીક્રમામાં આવતા લાખો શ્રધ્ધાળુઓ, અન્નક્ષેત્રનાં સંચાલકો, ઉપરાંત ઉતારા મંડળ તેમજ ધાર્મિક સ્થળો, જંગલમાં યાત્રાળુઓને માટે પાણીની વ્યવસ્થા કરવા માંગણી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પરીક્રમામાં પાણીના પડકારને પહોંચી વળવા માસ્ટર પ્લાન ઘડવા માંગણી ઉઠી છે.


