પીડીતોને રાહત આપો, પડેલાને ઉભા કરો, ઉભેલાને ગતિ આપો, ગતિવાનને સાચી દિશા આપો : પૂ. મુકતાનંદ બાપુ

ચાપરડા શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં નિરાધાર સંતાનોને નિ:શુલ્ક શિક્ષણ સેવા-યજ્ઞ દ્વારા વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ  સંસ્થામાં માતા-પિતા વિનાના તેમજ નેસના વિદ્યાર્થીઓ હોસ્ટેલ સાથે તદ્દન નિ:શુલ્ક અભ્યાસ કરી રહ્યા

પીડીતોને રાહત આપો, પડેલાને ઉભા કરો, ઉભેલાને ગતિ આપો, ગતિવાનને સાચી દિશા આપો : પૂ. મુકતાનંદ બાપુ

(પ્રતિનિધિ દ્વારા)
વિસાવદર તા.ર૧
ક્રાંતિકારી સંતશ્રી મુક્તાનંદજી બાપુ દ્વારા સંચાલિત ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં કાર્યરત પ્રતિષ્ઠિત નિવાસી શાળા શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડામાં આજે ગુજરાત રાજ્યના ૧૯ જિલ્લામાંથી સર્વધર્મના વિદ્યાર્થીઓ વિવિધ રમત ગમ્મત, સહ- અભ્યાસિક પ્રવૃત્તિ તેમજ સ્કીલ ડેવલપમેન્ટના લેવલથી અભ્યાસ કરી રહ્યા છે. ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ એમ કુલ ત્રણ જિલ્લાના નેસડામાંથી છેલ્લા ત્રણ વર્ષથી કુલ ૧૦૦ વિદ્યાર્થીઓ તદ્દન નિ:શુલ્ક શિક્ષણ હોસ્ટેલ સાથે લઈ રહ્યા છે. જેમાંથી નેસના ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા ૧૬ વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જે નેસના વિદ્યાર્થીઓ દ્વારા અદભુત સફળતા મેળવેલ છે. જેમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભમ્મર રામ ૯૭.૫૯ PR અને ગુજકેટ ૯૭.૮૯ PR મેળવીને શાળા કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને શાળા તથા નેશ વિસ્તારનું ગૌરવ વધારે છે જે નેસ થી દેશ સુધી પહોંચવાની જીજ્ઞાસા દ્વારા અન્ય નેસના વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડે છે. શાળામાં માતા-પિતા વિનાના, પ્રજ્ઞાચક્ષુ તેમજ શહિદ સૈનિકના સંતાનોને તદ્દન નિ:શુલ્ક અભ્યાસ સાથે નિવાસી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે જે પૂ. બાપુનું મુખ્ય વિચારધારા સાથેનું એક નેક સેવા કાર્ય રહેલું છે જે સેવા થકી જરૂરિયાત વિદ્યાર્થીઓ પોતાના સ્વપ્નો સાકાર કરી રહ્યા છે. નિવાસી શાળામાં હાલ માતા-પિતા વિનાના, પિતા વિનાના, પ્રજ્ઞાચક્ષુ, નેસ વિસ્તારના કુલ મળીને ૪૫૦ વિદ્યાર્થીઓ નિ:શુલ્ક અભ્યાસ કરી રહ્યા છે. જેમાં પિતા વિનાના વિદ્યાર્થી સંતાનોને ૫૦% ફી સાથે પ્રવેશ લઈને ધોરણ ૧ થી ૧૨ સાયન્સ કોમર્સમાં પ્રવેશ આપવામાં આવે છે. 
શાળામાં અભ્યાસિક કોર્ષની સાથે રમતગમ્મત, સહઅભ્યાસિક પ્રવૃત્તિ, બાહ્ય પરીક્ષા, સેમિનાર માર્ગદર્શન NCC તાલીમ તેમજ ખેલમહાકુંભ, કલામહાકુંભ વગેરે જેવી જીવનલક્ષી શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર કરવામાં આવે છે. તાજેતરમાં શાળાએ ધોરણ ૧૨ સાયન્સ ૧૦૦%, સામાન્ય પ્રવાહ ૯૩% અને ધોરણ ૧૦નું ૯૮.૧૮ % પરિણામ પ્રાપ્ત કરેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત જે વિદ્યાર્થીઓના માતા-પિતા, પિતા વિનાના (૫૦% ફી માફી સાથે) તેમજ શહિદ સૈનિકના સતાનોને નિ:શુલ્ક હોસ્ટેલ વ્યવસ્થા શિક્ષણ સાથે એડમિશન આપવામાં આવશે. જે તે સમાજના જન પ્રતિનિધિ તેમજ સામાજિક જાગૃત નાગરિક મિત્રોને સંસ્થા દ્વારા અનુરોધ છે કે, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનો સપર્ક કરી સંસ્થાના સંપર્ક નંબર ૯૪૨૯૧૬૨૧૦૬, ૦૨૮૭૩ ૨૨૨૨૮૦માં વધુ માહિતી માટે સંપર્ક કરી શકે છે. એ અંગે સંસ્થાના નિયામક કમલેશભાઈ ધાધલની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવ્યુ છે.