રઘુવંશી સખી સહિયર વૃંદ તથા જાનકી સહિયર વૃંદના સંયુક્ત ઉપક્રમે ગુરૂપૂર્ણિમાની ઉજવણી તથા ભવનાથ તળેટીનો પ્રવાસ
જૂનાગઢ, તા.૧
૩૦ જુલાઈ તારીખને ગુરુવારે પૂ. જલારામ બાપાના જય ઘોષ સાથે રાયજી બાગ, ઝાંઝરડા રોડ, કાળવા ચોક, ગાર્ડનહીલ, શુભ રેસીડેન્સી દરેક જગ્યાએથી એકીસાથે બરાબર ૩:૩૦ વાગે બધી રીક્ષાઓ , સ્કૂટરો તથા ફોરવ્હીલર ચાલુ થયા અને બરાબર ૪:૦૦ વાગે પારસધામ ખાતે પહોંચ્યા. જૈન ધર્મના આસ્થા નું પ્રતીક ત્યાંનું પ્રદર્શન જાેયું તથા સકારાત્મક વિચારોને મન ભરીને માણ્યા તેમજ જે બહેનોની ઈચ્છા હતી તેમણે ત્યાં ભોજન પ્રસાદ લીધો. ત્યાંની અગાસી ઉપર થી ફરતી પર્વતમાળા, ગરવો ગીરનાર, દત્ત દાતારનો સમન્વય, લીલીછમ હરિયાળી નો ભરપૂર આનંદ માણ્યો. ટેરેસ પર જલારામ બાવની બોલી. પૂ. બાપાને યાદ કર્યા. પછી ઘણા બધા બહેનોએ શુભ સંકલ્પો લીધા ઈર્ષા, અદેખાઈ, ક્રોધ, માન, હોટ વગેરે દુર્ગુણોને દૂર કરી દયા, કરુણા, મમતા, સહનશીલતા, શ્રદ્ધા વગેરે સદગુણો કેળવશું.ગુરુ વંદના કરી અમારા જીવનમાં આવેલા નાની અનામી ઘણા બધા લોકો કે જેના જીવનમાંથી જેના સંપર્કથી અમો ઘણુ શીખ્યા જીવનને કંડારવામાં જેમનો અવિરત ફાળો છે તેવા તમામને મનથી વંદન કર્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી ચેતનાબેન મિશ્રાણી, શ્રીમતી ભાવનાબેન અઢિયા, શ્રીમતી પલ્લવીબેન કાનાબાર, શ્રીમતી માલતીબેન મહેતા, શ્રીમતી સગુણાબેન રાજા તથા શ્રીમતી કનકબેન રૂપારેલીયા એ જાહેમત ઉઠાવેલ. શ્રીમતી મીનાબેન લાલચેતા તથા શ્રીમતી જશુમતીબેન ગંગદેવ એ સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપી. મારા ઈષ્ટ એવા પૂ.સહજાનંદ સ્વામી ભવ સંભવ ભીતિ ભેદન સુખ સંપતિ કરુણાનિકેતન વ્રત, દાન, તપ, ક્રિયા, સહજાનંદ ગુરુ ભજે સદા ના ચરણોમાં કોટી કોટી વંદન સાથે કાર્યક્રમ પૂરો કર્યો.


