મહારાષ્ટ્રના નાગપુરમાં ગુરૂવારે સીજેપીની રેલી 

મહારાષ્ટ્રના નાગપુરમાં ગુરૂવારે સીજેપીની રેલી 

(એજન્સી) નવી દિલ્હી તા.૨૪:
કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેએ ફરી મોટી જાહેરાત કરી હતી.  અભિજીત દીપકેએ ગુરૂવાર, ૨૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં એક રેલીનું આયોજન કર્યું છે. દર વર્ષે ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અભિજીત દીપકેએ આ વખતે બંધારણ દિવસના અવસર પર લોકશાહીની રક્ષા માટે લોકોને એકજૂટ થવાનું આહ્વાન કર્યું છે. અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, આ બંધારણ દિવસે આવો આપણે સૌ સાથે મળીને આપણી લોકશાહીની રક્ષા કરવા, બંધારણના મૂલ્યોને જાળવી રાખવા અને બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકર દ્વારા બતાવવામાં આવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લઈએ. ૨૬ નવેમ્બરે નાગપુરમાં આપ સૌ સાથે મુલાકાત થશે.