મેંદરડાના રાજાવડ ગામના પાટીયા પાસે મોટર સાયકલની હેડલાઈટ બંધ કરવાનું કહી મારમાર્યો

મેંદરડાના રાજાવડ ગામના પાટીયા પાસે મોટર સાયકલની હેડલાઈટ બંધ કરવાનું કહી મારમાર્યો
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૨૩
મેંદરડાના રાજાવડ ગામના પાટીયા પાસે મોટર સાયકલની હેડલાઈટ બંધ કરવાનું કહી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની મહિલા સહિત પાંચ વિરૂધ્ધ મેંદરડા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર મેંદરડા પોલીસ મથકે નયનભાઈ દિલીપભાઈ પરમારએ ગીગાભાઈ ગોવીંદભાઈ જરૂ, ગીગાભાઈની મોટર સાયકલ બેસેલ મહિલા, ભીખુભાઈ પરબતભાઈ જાદવ, ભરતભાઈ અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા સાહેદ આશીષ પોતાની મોટર સાયકલ લઈને મેંદરડાથી પોતાના ઘરે જતા હતા તે વખતે રાજાવડ ગામના પાટીયા પાસે પહોંચતા આરોપી ગીગાભાઈ જરૂએ મોટર સાયકલની હેડ લાઈટ બંધ કરવાનું કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી આરોપીઓએ લાકડી વડે ફરીયાદી અને સાહેદને મારમારી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.