માળીયાનાં આંબલગઢ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

માળીયાનાં આંબલગઢ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર
માળીયા હાટીનાના આંબલગઢ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પ શખ્સોને માળીયા હાટીના પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. 
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા હાટીના પોલીસે આંબલગઢ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા મનોજકુમાર જેન્તીભાઈ માઢક, જયસુખભાઈ ખીમાભાઈ પાનસેરીયા, પરેશભાઈ કાંતીભાઈ મહેતા, નરેન્દ્રકુમાર કાશીરામભાઈ પુરોહીત, દિપક મોહનભાઈ માઢકને રૂા.૧રર૪૦ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.