જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.ર
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક ર૦-ર૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં ચાલતા મેચ ઉપર સટ્ટો રમતા શખ્સને તાલુકા પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર જૂનાગઢ તાલુકા પોલીસે ઝાંઝરડા ચોકડી પર જાહેરમાં જયદીપ મંગળુ ખાચર પોતાના મોબાઈલમાં એચટીટીપીએસ ઓલ પેનલ ૭૭૭ નાવ એનમીન હોમ નામની ઓનલાઈન લીંક દ્વારા ક્રિકેટ સટ્ટાની માસ્ટર આઈડીના યુઝરનેમમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન શ્રીલંકાની ર૦-ર૦ ક્રિકેટ મેચમાં રન ફેર ભાવ અને સેસનના સોદા કરી અલગ અલગ ગ્રાહકોને કસ્ટમ આઈડી આપી તેમાં સોદા કરાવી રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડતા મોબાઈલ કિ.રૂા.૪પ૦૦૦, રોકડા ૧૪પ૦૦ સહિત કુલ રૂા.૯૯પ૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પુછપરછ કરતા આઈડી સુરક્ષના લાલાભાઈએ આપ્યાનું ખુલતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.