અમેરીકાના ટેકસાસમાં અંધાધુંધ ગોળીબાર : ૩ના મોત
(એજન્સી) વોશિંગ્ટન તા.ર
અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટિન શહેરમાં રવિવારે વહેલી સવારે એક ભયાનક ગોળીબારની ઘટના સામે આવી છે. ગત રાત્રે અંદાજે ૨ વાગ્યાની આસપાસ વેસ્ટ છઠ્ઠી સ્ટ્રીટ પર આવેલા બ્યુફોર્ડ્સ બેકયાર્ડ બીયર ગાર્ડન બહાર એક બંદૂકધારીએ પોતાની એસયુવી કારમાંથી અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. આ કરુણ ઘટનામાં હુમલાખોર સહિત કુલ ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને અન્ય ૧૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.


