પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ખામેનાઈના મોત મામલે હિંસક પ્રદર્શનો : ગોળીબારમાં ૭ના મોત

જમ્મુ-કાશ્મીરમાં પણ કર્ફયુ જેવી સ્થિતિ : કાશ્મીર ખીણમાં તમામ શાળા-કોલેજાે બંધ

પાક. કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ખામેનાઈના મોત મામલે હિંસક પ્રદર્શનો : ગોળીબારમાં ૭ના મોત

(એજન્સી)           નવી દિલ્હી તા.ર
સોમવારે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (ર્ઁદ્ભ) માં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મોત સામેના વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ સંયુક્ત રાષ્ટ્રની સ્થાનિક ઓફિસમાં આગ લગાવી દીધી, જેમાં ગિલગિટમાં યુનાઈટેડ નેશંસ ડેવલપમેન્ટ પ્રોગ્રામની એફિસ પણ સામેલ છે.
આ દરમિયાન, સ્કાર્દુમાં એસપીની ઓફિસ અને અનેક સરકારી ઇમારતોને આગ લગાવી દેવામાં આવી હતી. ગોળીબારમાં ૭ લોકો માર્યા ગયા હતા અને ૧૨થી વધુ ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ગિલગિટ અને સ્કાર્દુમાં સિક્યોરિટી હાઈ એલર્ટ પર છે. ભારતમાં, શિયા સમુદાય પણ ખામેનીના મોતનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતર્યો છે. જમ્મુ અને કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં આજે કફ્ર્યુની સ્થિતિ છે, ઇન્ટરનેટ ડાઉન છે. શ્રીનગરના લાલ ચોક પર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યા છે. ખામેનીની હત્યાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનો વચ્ચે, કાશ્મીર ઘાટીની તમામ સ્કૂલો, કોલેજો અને યુનિવસિર્ટીઓ આજથી બે દિવસ માટે બંધ રહેશે.