ભારતીય નેવી હાઈએલર્ટ પર
(એજન્સી) મુંબઈ તા.ર
મધ્યપૂર્વમાં ભીષણ યુધ્ધ ફાટી નીકળ્યું હોય અને ખાસ કરીને હોર્મુઝની ખાડી અને ઓમાનના અખાતમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ હોય, ભારત પણ એલર્ટ થઈ ગયું છે. કોઈપણ સ્થિતિનો પ્રતિકાર કરવા માટે સૈન્યની ત્રણેય પાંખોને એલર્ટ કરવામાં આવી છે. ખાસ કરીને ભારતીય નેવીને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવી છે અને અરબી સમુદ્રમાં પેટ્રોલીંગ અત્યંત સઘન કરવામાં આવ્યું છે. નેવીના યુધ્ધ જહાજાેને વ્યુહાત્મક સ્થળોએ તૈનાત કરી દેવામાં આવ્યા છે.


