ક્રુડના ભાવોમાં પણ ભડકો : પ્રતિ બેરલ ૮૦ ડોલરને પાર
(એજન્સી) નવી દિલ્હી,તા.૨:
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓએ મધ્ય પૂર્વમાં એક નવી કટોકટી ઉભી કરી છે, જેના કારણે વૈશ્વિક તેલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. તેના જવાબમાં, ઈરાને દુબઈ અને અબુ ધાબી જેવા મુખ્ય પર્યટન સ્થળો, તેમજ કતાર, બહેરીન, સાઉદી અરેબિયા અને ઓમાન સહિત ખાડી દેશો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ સંઘર્ષની સૌથી મોટી અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડી છે. બ્રેન્ટ ક્રૂડ, જે શુક્રવારે પ્રતિ બેરલ ૭૨ ડોલરના સાત મહિનાના ઉચ્ચતમ સ્તરે બંધ થયું હતું અને ૨૦૨૬ના પહેલા બે મહિનામાં લગભગ ૧૯ ટકા વધ્યું હતું, તે હવે ૧૨ ટકા વધીને ૮૦ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે.


