સોશ્યલ મિડીયા પર ઈમરાનખાનના મૃત્યુની અફવા ફેલાઈ
એજન્સી) ઇસ્લામાબાદ તા.૨૭
ઇમરાન ખાનને લઈને સોશિયલ મીડિયા પર તેમના મૃત્યુની અફવાઓ ફેલાઈ ગઈ છે. કેટલીક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે તેમને કોઈ બીજી
જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
પાકિસ્તાનની અડિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને તેમની બહેનો મળી શકી નથી. એક વર્ષથી ચાલી રહેલા પ્રયાસો છતાં, જેલ પ્રશાસન દર વખતે સુરક્ષા કારણોનો હવાલો આપીને મુલાકાત અટકાવી રહ્યું છે.
મંગળવારે રાત્રે ઇમરાન ખાનની બહેનો અલીમા ખાન, નોરીન નિયાઝી અને ડો. ઉઝમા ખાન, ઇમરાનના સમર્થકો સાથે જેલની બહાર ધરણા પર બેસી ગઈ.


