ઈરાનમાં બંધક બનાવેલા ચાર ગુજરાતીઓ સહી સલામત ભારત પહોંચી ગયા

ઈરાનમાં બંધક બનાવેલા ચાર ગુજરાતીઓ સહી સલામત ભારત પહોંચી ગયા

(એજન્સી)      નવી દિલ્હી તા.૨૮
ઈરાનમાં બંધક બનાવાયેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના ૪ લોકો ભારત પહોંચી ગયા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, ચારેય પેસેન્જર દિલ્હી એરપોર્ટ ઉપર ઉતરી ચૂક્યા છે. ત્યાંથી ગાંધીનગરના માણસા જશે. પેસેન્જર પરત આવી ગયા પછી ગાંધીનગર પોલીસ દ્વારા ચારેય જણાની સિલસિલાબંધ પૂછતાછ હાથ ધરવામાં આવશે. જો તેઓ પોલીસ ફરિયાદ કરવા માગતા હશે તો ગુનો દાખલ કરવામાં આવશે. અગાઉ વિદેશ જવાની ઘેલછામાં ઉત્તર ગુજરાતના વધુ ચાર લોકો મુશ્કેલીમાં મૂકાયા હોવાનું સામે આવ્યું હતું. ગાંધીનગરના 
માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું.