ટ્રમ્પની ટેરિફના પ્રતિકાર માટે ભારતે યુરોપીયન યુનિયનના દેશો સાથે હાથ મિલાવ્યા
(એજન્સી) નવી દિલ્હી તા.૮:
અમેરિકા ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદવાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત એવું પગલું ભરવા જઈ રહ્યું છે જે ટેરિફથી થયેલા તમામ નુકસાનની ભરપાઈ કરશે. જ્યારે આ કામ પૂર્ણ થશે, ત્યારે ભારતને કોઈપણ કર વગર ૧૩૫ અબજ ડોલરનો વેપાર કરવાની તક મળશે. આ અંગેની વાતચીત પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે અને એવું માનવામાં આવે છે કે આ વર્ષે લગભગ ૨ ડઝન દેશો સાથે કરમુક્ત વેપારનો માર્ગ ખુલશે. આ બાબત સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે ભારત અને યુરોપિયન યુનિયન આગામી એક મહિનામાં તેમના મહત્વાકાંક્ષી મુક્ત વેપાર કરાર (હ્લ્છ) ને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવા માટે બે રાઉન્ડની મહત્વપૂર્ણ વાતચીત કરશે. આ સમય દરમિયાન, મૂળ નિયમો, બજાર એક્સેસ અને વાઇન અને ડેરી ઉત્પાદનો પર ડ્યુટીના ક્ષેત્રોમાં તફાવતોને ઉકેલવા માટે પ્રયાસો કરવામાં આવશે. જો આ અંગે સર્વસંમતિ બને છે, તો આ સોદો આ વર્ષે પૂર્ણ થવાની સંભાવના છે.
ભારત અને યુરોપિયન યુનિયન (ઈેં) વચ્ચે મુક્ત વેપાર કરાર (હ્લ્છ) પર વાટાઘાટો હવે વેગ પકડી રહી છે. આજથી નવી દિલ્હીમાં શરૂ થનારી ૧૩મા રાઉન્ડની વાટાઘાટોમાં, બંને પક્ષો ગંભીર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નોન-ટેરિફ અવરોધો, બજાર ઍક્સેસ અને સરકારી ખરીદી જેવા મુદ્દાઓ આ વખતે ચર્ચાનું કેન્દ્ર રહેશે.


