વૈશ્વિક દવા બજારમાં ટ્રમ્પે તરખાટ મચાવી દીધો : દવાઓ ૭૦૦ ટકા સસ્તી કરી નાંખી
(એજન્સી) વોશિંગ્ટન તા.૨૦:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક દવા બજારમાં તોફાન મચાવી દીધું છે, જેની ગરમી ભારતમાં પણ અનુભવાઈ રહી છે. ટ્રમ્પે અમેરિકામાં ઉપલબ્ધ દવાઓના ભાવમાં ૩૦૦ ટકા થી ૭૦૦ ટકા સુધીના ઐતિહાસિક ઘટાડાની જાહેરાત કરી છે. આ ર્નિણયથી અમેરિકન જનતાને રાહત તો મળી છે જ, પરંતુ ભારતીય દવા નિકાસકારોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. વોશિંગ્ટનમાં એક હાઇ-પ્રોફાઇલ મીટિગ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે અમેરિકા હવે દવાઓ માટે વધુ પડતી કિમતો ચૂકવશે નહીં. ટ્રમ્પે કહ્યું, દશકોથી, અમેરિકનોને વિશ્વની સૌથી મોંઘી દવાઓ ખરીદવાની ફરજ પાડવામાં આવતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. અમે મોસ્ટ ફેવર્ડ નેશન્સ (સ્હ્લદ્ગ) પ્રાઇસિગ લાગુ કરી રહ્યા છીએ. જેનો અર્થ એ છે કે વિશ્વના કોઈપણ દેશમાં દવા માટે સૌથી ઓછી કિમત હવે અમેરિકામાં પણ લાગુ પડશે.


