એમ.કે. દાસ રાજયના નવા મુખ્ય સચીવ બનશે : પંકજ જાેષી ૩૧ ઓકટોબરે નિવૃત થશે
(બ્યુરો) ગાંધીનગર તા.૨૮
એમ.કે.દાસને રાજ્યના નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. તેઓ હાલમાં ઝ્રસ્ર્ંમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. પંકજ જોશી ૩૧ ઓક્ટોબરે નિવૃત થશે ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળશે.
મનોજ કુમાર દાસ, જેને એમ.કે. દાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ ૧૯૯૦ બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ ૈંછજી (ભારતીય વહીવટી સેવા) અધિકારી છે. તેમની પાસે ૩૦ વર્ષથી વધુ અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે. તેઓ હાલમાં ગુજરાત સરકારમાં અડિશનલ ચીફ સેક્રેટરી, હોમ વિભાગમાં ફરજ બજાવે છે. તેઓ ૨૦ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ નિવૃત્ત થશે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (ઝ્રસ્ર્ં)માં પાછા ફર્યા એકમાત્ર અધિકારી છે, જે બે દાયકામાં પહેલી વખત થયું છે.


