ભારત હવે રશિયા પાસેથી સસ્તુ તેલ ખરીદી શકશે નહીં : અમેરીકાએ વધુ છુટ આપવાનો ઈન્કાર કર્યો
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૬:
અમેરિકાએ રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદી પર આપવામાં આવતી છૂટને રોકવાનો ર્નિણય કર્યો છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે અમે રશિયન તેલ પર આપવામાં આવેલી છૂટને રિન્યુ નહીં કરીએ. આ પહેલા મંગળવારે જ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ઈરાની તેલ પર મળતી છૂટ પર પણ રોક લગાવી દીધી હતી.
વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા બેસેન્ટે જણાવ્યું હતું કે અમે રશિયન અને ઈરાની તેલ પર દેશોને મળી રહેલા જનરલ લાઇસન્સને રિન્યુ નહીં કરીએ. તેમણે કહ્યું કે આ છૂટ તે તેલના જથ્થા માટે હતી જે ૧૧ માર્ચ પહેલા સમુદ્રમાં હતો અને તેનો ઉપયોગ થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં, આગળ કોઈ પણ દેશને આ રાહત મળશે નહીં.


