જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં બે મકાનમાં ચોરી
રૂા. 48,500ના મુદામાલ ચોરાયો
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. 29
જૂનાગઢ શહેરમાં બે જગ્યાએ ચોરીના બનાવ બન્યાની એ ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢનાં ધારાગઢ દરવાજા વિસ્તારમાં રહેતા શબાનાબેન યુનુસભાઈ થાનાણી તેના માતા સાથે ગત તા. 21મેના રોજ રાત્રીના ગરમીના કારણે મકાનનો દરવાજાે ખુલ્લો રાખીને ઘરમા સુતા હતા જેનો લાભ લઈ સવારના 5.30 વાગ્યા સુધીમાં કોઈ તસ્કરો ઘરમાં પ્રવેશી રૂા. 18,500ની કિંમતના સોનાના ઘરેણાની ચોરી કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જયારે ચોરીના બીજા બનાવમાં ધારાગઢ દરવાજા નજીક નગીના ખાણ ખાડિયામાં રહેતા નજમાબેન ઈરફાનશા અકરબાશા રફાઈ (ઉ.વ.30) એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામના આરોપી અંજુમશા ઈસ્માઈલશા રફાઈ રહે. જૂનાગઢવાળો ફરીયાદીના રહેણાંક મકાનની દિવાલનો પથ્થર કાઢી અને મકાનમાં અંદર પ્રવેશ કરી સોનાના બુટીયા જાેડી-1 જેની આશરે કિંમત રૂા. 30000 ની ચોરી ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવતા આ બંને ચોરીનો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


