પોતાની જાતને ભગવાન વિષ્ણુનો અવતાર તરીકે ઓળખાવનાર રમેશ ફેફરે આત્મહત્યા કરી.

પોતાની જાતને ભગવાન વિષ્ણુનો અવતાર તરીકે ઓળખાવનાર રમેશ ફેફરે આત્મહત્યા કરી.
TIMES NOW

પોતાની જાતને ભગવાનનો દસમો અવતાર બતાવીને લોકોનું પોતાની તરફ ધ્યાન ખેંચનાર રમેશ ફેફરે રાજકોટ ખાતે પોતાના જ ઘરમાં એકલતાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો સામે આવી છે. રમેશ ફેફર રાજ્ય સરકારના અધિકારી રહી ચુક્યા છે પરંતુ સરકારે તેમને ગ્રેજ્યુટી અને પગારની રકમ ન ચુકવતા સચિવને પત્ર લખીને પોતે જ કલ્કી અવતાર હોવાનું જણાવ્યું હતું. રમેશ ફેફરે અનેકો વિવાદાસ્પદ વાતો કરેલી. જેમાં તેઓએ ચંદ્રયાન-3ને સરકારનું સ્ટંટ અને ભગવાન પરશુરામજીને દૈત્ય તરીકે સંબોધીને બ્રાહ્મણોના નાશની ભવિષ્યવાણી કરેલી.