બળાત્કારી આસારામ બાપુનો ફોટો મૂકી આરતી કરવા બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં.
આસારામ બાપુના કેટલાક ભક્તોએ સુરત નવી સિવિલ હોસ્પીટલમાં આસારામ બાપુનો ફોટો મુકીને પૂજન અને આરતીનું આયોજન કરેલું. આ આયોજનમાં પિડિયાટ્રિક વિભાગના ડો.જીગીશા પટોડીયા સહીત હોસ્પિટલનો કેટલોક સ્ટાફ પણ જોડાયો હતો. ગાંધીનગર કોર્ટે જેને 2023માં બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હોય એવા ગુનેગારની સિવિલ હોસ્પીટલમાં હોસ્પીટલમાં પૂજા થાય અને એક ઉચ્ચ શિક્ષિત અને વિદ્વાન ડોક્ટર અન્ય સ્ટાફ મેમ્બર સાથે આમાં જોડાય તો એ કેટલી હદે શોભનીય અને ઉચિત ગણાશે? આ અંગે હોસ્પીટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ધાયર્ત્રી પરમારને પૂછવામાં આવતા તેઓએ આ વિશે તેમને કશી ખબર ન હોવાનું કહીને વાતને ટાળવાનો પ્રયત્ન કરેલો.


