ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીના શરતી જામીન રદ કરવા માંગ, અનુ.જાતિના આગેવાનોનું પોલીસને 15 દિવસનું અલ્ટીમેટમ

ગુજસીટોકના આરોપી રાજુ સોલંકીના શરતી જામીન રદ કરવા માંગ, અનુ.જાતિના આગેવાનોનું પોલીસને 15 દિવસનું અલ્ટીમેટમ

જૂનાગઢના કુખ્યાત હિસ્ટ્રીશીટર અને ગુજસીટોકના આરોપી રાજુ સોલંકી દ્વારા ગુજરાત હાઈકોર્ટના શરતી જામીન પર જેલમાંથી બહાર અવ્યા બાદ જાહેર કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજના એક મહિલા આગેવાન વિરુદ્ધ અભદ્ર અને બિભત્સ ટિપ્પણી કરતા ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ આજે જૂનાગઢના પોલીસ અધિક્ષક (SP) સમક્ષ આવેદનપત્ર પાઠવીને રાજુ સોલંકીના જામીન તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.​