કેશોદ નવનિર્મિત અંડરબ્રિજમાં પાણી ભરાતા AAP નેતાઓનું હોડી ચલાવી વિરોધ પ્રદર્શન

કેશોદ નવનિર્મિત અંડરબ્રિજમાં પાણી ભરાતા AAP નેતાઓનું  હોડી ચલાવી વિરોધ પ્રદર્શન

કેશોદ શહેરમાં થોડા દિવસો પહેલા જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલો અંડરબ્રિજ વરસાદી પાણીમાં ગરકાવ થતાં રાજકારણ ગરમાયું છે. ગતરાત્રે સામાન્ય વરસાદ પડતાં અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી આજે AAP ના નેતા પ્રવીણ રામ અને તેમના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓ અંડરબ્રિજમાં હોડી લઈને પ્રવેશ્યા અને વિરોધથી ભાજપના સત્તાધીશોને કટાક્ષભર્યો સંદેશો આપ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને AAP કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં પ્રવીણ રામ સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરાઈ હતી.