ગિરનાર પરીક્રમાનો મધ્યરાત્રીએ સંતો-મહંતોનાં હસ્તે વિધિવત પ્રારંભ કરાયો

ગિરનાર પરીક્રમાનો મધ્યરાત્રીએ સંતો-મહંતોનાં હસ્તે વિધિવત પ્રારંભ કરાયો

જૂનાગઢ તા. ર૧
ગરવા ગિરનારની લીલી પરીક્રમાનો ગઈકાલે મધ્યરાત્રીએ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ગિરનારની ગીરીકંદરાઓ જય ગિરનારીનાં નાદ સાથે ગુંજી ઉઠી હતી. ચાલુ વર્ષે પરીક્રમા સતાવાર રીતે શરૂ થાય તે પહેલા જ ગઈકાલે વહેલી સવારે પરીક્રમાનો ગેઈટ ખોલવાની ફરજ પડી હતી અને ભાવિકોનો પ્રવાહ પરીક્રમા રૂટ પર રવાના થયો હતો ત્યારબાદ ગઈકાલે મધ્યરાત્રીનાં સતાવાર રીતે લીલી પરીક્રમાનો પ્રારંભ થયો હતો. આ તકે પૂ. ઈન્દ્રભારતીજી મહારાજ, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદજી બાપુ તેમજ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા તેમજ અન્ય સંતો-મહંતો ઉપરાંત મહાગરપાલિકાનાં મેયર ધર્મેશ પોશીયા, ડે. મેયર આકાશ કટારા, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષનાં નેતા મનન અભાણી તેમજ વિવિધ ક્ષેત્રનાં અગ્રણી અને મહાનગરપાલિકાનાં કમિશ્નર આઈ.આર. વાળા તેમજ વિવિધ વિભાગનાં અધિકારી, પદાધિકારીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.