આજથી સમગ્ર રાજયમાં ઓપરેશન હેલ્થ અંતર્ગત ખાસ તપાસણી ઝુંબેશ

આજથી સમગ્ર રાજયમાં ઓપરેશન હેલ્થ અંતર્ગત ખાસ તપાસણી ઝુંબેશ

(બ્યુરો)      અમદાવાદ, તા. ૧૯
રાજ્યના નાગરિકોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે કડક કદમ ઉઠાવવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખાદ્ય પદાર્થોના વેચાણમાં પારદશિર્તા લાવવા અને જનઆરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ નેશનલ હાઈવે તથા રાજ્યના મુખ્ય હાઇવે પરની તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા અને ફૂડ સવિર્સ સાથે સંકળાયેલી તમામ પેઢીઓનું સઘન ચેકિંગ કરવા અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે.