સાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકડે બેસી ચ્હાની ચુસ્કી લેતા લોકો બન્યા આનંદવિભોર

સાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાકડે બેસી ચ્હાની ચુસ્કી લેતા લોકો બન્યા આનંદવિભોર

જૂનાગઢ તા. ર૯
ગુજરાત રાજયનાં સંવેદનશીલ અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે સાસણ ગીરનાં સફારી જંગલની મુલાકાત લીધી હતી અને વન્ય જીવન નિહાળી આનંદીત બન્યા હતાં. રાત્રે જમીને તેઓ પગપાળા સાસણ સિંહ સદનની બહાર સામાન્ય જનતાની માફક નીકળીને બજારમાં આંટો માર્યો હતો. તેમજ વેપારી અને પ્રવાસીઓને પણ મળ્યા હતાં. સ્થાનીક નાગરીકોનાં ખબર-અંતર પુછયા હતાં અને બાકડા ઉપર બેસીને ચ્હાની ચુસ્કી પણ લીધી હતી. મુખ્યમંત્રીની સરળતા મૃદુલતા અને નિખાલસતા લોકોને સ્પર્શી ગઈ હતી.