૨૧ ઓક્ટોબરે ખુલી શકે ભારતનો સૌથી મોટો IPO
મુંબઈ તા.૬
જિયોના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો તૈયાર થઈ જજો. રોયટર્સના અહેવાલ મુજબ આ IPO ૨૧ ઓક્ટોબરે ખુલવાની શક્યતા છે. ગ્રે માર્કેટમાં પણ સ્થિતિ ઘણી મજબૂત છે. ઇન્વેસ્ટર્સ ગેઇનના રિપોર્ટ અનુસાર ગ્રે માર્કેટમાં જિયોના IPOનું GMP ૧૫૧ રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે. IPOને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.
અહેવાલ અનુસાર તાજેતરમાં અમેરિકા, યુકે, દુબઈ, સિંગાપોર અને હોંગકોંગમાં કંપનીએ આકાશ અંબાણી અને ઈશા અંબાણીની આગેવાની હેઠળ રોડ શો કર્યો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આગેવાની હેઠળની આ ટેલિકોમ કંપનીના IPOનું કદ ૩૭,૦૦૦ કરોડ રૂપિયાથી ૨૭,૮૦૦ કરોડ રૂપિયા હોઈ શકે છે.
અહેવાલો અનુસાર ઇશ્યુ સંપૂર્ણપણે નવા શેરો પર આધારિત હશે. કંપની કુલ ૨૭ કરોડ નવા શેર જાહેર કરી શકે છે.


