નાઇજીરીયામાં વિમાન દુર્ઘટનામાં ૩૨ લોકોના મૃત્યું : રાષ્ટ્રીય શોક જાહેર

નાઇજીરીયામાં વિમાન દુર્ઘટનામાં ૩૨ લોકોના મૃત્યું : રાષ્ટ્રીય શોક જાહેર

બેનિન,તા.૬:
નાઇજીરીયામાં થયેલા વિમાન દુર્ઘટનામાં ૩૨ લોકોના મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક. સોમવારે નાઇજીરીયામાં થયેલા લશ્કરી વિમાન દુર્ઘટનામાં ૩૨ લોકોના મોત. આ દુ:ખદ અકસ્માત બાદ રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. તાજેતરના વર્ષોમાં નાઇજીરીયામાં થયેલી આ સૌથી ખરાબ હવાઈ દુર્ઘટનાઓમાંની એક છે. આ દુર્ઘટનામાં એર માર્શલ સન્ડે કેલ્વિન અનેકે, ચીફ ઓફ ધ એર સ્ટાફ સહિત ૩૨ લોકો માર્યા ગયા. પેસેન્જર વિમાન દક્ષિણ નાઇજીરીયાના બેનિન શહેરથી લાગોસના આર્થિક કેન્દ્ર તરફ નિયમિત મિશન પર હતું. સોમવારે સવારે ૯ વાગ્યે દક્ષિણપશ્ચિમ ઓન્ડો રાજ્યના ઇગ્બોકોડામાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. રાષ્ટ્રપતિ અને વાયુસેનાએ આ જાહેરાત કરી.
AFP અનુસાર, રાષ્ટ્રપતિ ટીનુબુએ કહ્યું કે તેમણે નાઇજીરિયન વાયુસેનાને ભવિષ્યમાં બનતી ઘટનાઓ અટકાવવા માટે ક્રેશના કારણની તાત્કાલિક તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ટીનુબુના કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે રાષ્ટ્રપતિએ અકસ્માતમાં માર્યા ગયેલા ૨૫ મુસાફરો અને સાત ક્રૂ સભ્યોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. આ સશષ દળો અને સમગ્ર રાષ્ટ્ર માટે દુ:ખદ ક્ષણ છે.