૧૦ ઓકટોબર સુધીમાં દેશભરમાંથી ચોમાસુ વિદાય લઈ લેશે : ચાલુ વર્ષે વરસાદની ૧૩ ટકા ઘટ

દેશના પ૧ ટકા વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ

૧૦ ઓકટોબર સુધીમાં દેશભરમાંથી ચોમાસુ વિદાય લઈ લેશે : ચાલુ વર્ષે વરસાદની ૧૩ ટકા ઘટ

(એજન્સી)       નવી દિલ્હી તા, ૧
૨૦૨૬નું દક્ષિણપશ્ચિમ ચોમાસું સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે, પરંતુ ચાર મહિનાના વરસાદના આંકડા દર્શાવે છે કે દેશ ગંભીર પાણી અને ઉર્જા સંકટનો સામનો કરી રહ્યો છે. સમગ્ર સિઝનમાં સામાન્ય સરેરાશ કરતા માત્ર ૧૩ ટકા ઓછો વરસાદ નોંધાયો હતો, ચોમાસાના વરસાદના અસમાન વિતરણને કારણે, દેશના લગભગ ૫૧ ટકા ભૂમિ વિસ્તાર દુષ્કાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. દેશના કેટલાક ભાગોમાં છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, ત્યારે ઘણા રાજ્યો ૧૭ વર્ષમાં સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે.
આ ચોમાસાની ઋતુ દેશભરમાં ૧૩મી સૌથી સૂકી ઋતુ હતી. છેલ્લા ૧૧ વર્ષમાં આ સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જોકે, મોસમના અંત પહેલા ભારે વરસાદને કારણે વરસાદની ખાધમાં ૨.૫ ટકા નો સુધારો થયો હતો.
૨૦૨૬ની ચોમાસાની ઋતુનો અંત સામાન્ય કરતાં ૧૨.૬ ટકા ઓછો વરસાદ સાથે થયો. દેશના ૪૩ ટકા જિલ્લાઓમાં ૨૦ થી ૭૨ ટકા ઓછો વરસાદ પડ્યો. પંજાબમાં સૌથી વધુ વરસાદની ખાધ ૪૧ ટકા રહી. રાજસ્થાનમાં ૨૨ ટકા ઓછો વરસાદ પડ્યો. અન્ય ૯ રાજ્યોમાં પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો.  ચોમાસાની વિદાય ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે અને ૧૦ ઓકટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી ચોમાસુ વિદાય લઈ લેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.