આવતીકાલથી વિપક્ષો જ્ઞાનેશકુમાર હટાવો આંદોલન શરૂ કરશે

આવતીકાલથી વિપક્ષો જ્ઞાનેશકુમાર હટાવો આંદોલન શરૂ કરશે

(એજન્સી)    નવી દિલ્હી તા.૦૧:
આવતીકાલે દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ મનાવી રહ્યો હશે તે સમયે દેશમાં કેન્દ્રની મોદી સરકાર સામે રાજકીય આંદોલનની હારમાળા છેડાઈ રહી છે તથા એક તરફ SIR મુદ્દે મુખ્ય ચુંટણી કમિશનર જ્ઞાનેશકુમારની ‘મનમાની’ના અહેવાલ બાદ કાલથી વિપક્ષોનું એક સપ્તાહ લાંબુ ‘જ્ઞાનેશકુમાર હટાવો’ આંદોલન શરૂ થશે અને જંતર મંતર પર સફળતા બાદ હવે કોકરોચ જનતા પાર્ટીએ પણ કાલથી દુબઈમાં મુખ્ય ચુંટણી કમિશનર સામે આંદોલનના શ્રીગણેશ કરવા જાહેરાત કરી છે.
ગઈકાલે દિલ્હીમાં ‘ઈન્ડીયા’ ગઠબંધનની મળેલી બેઠકમાં વધુ એક વખત ‘વોટ-ચોરી’નો મુદો દેશ સમક્ષ લઈ જવા જાહેરાત કરી છે. તા.૨ થી ૮ સુધી વિપક્ષો આ મુદે સરકાર તથા ચુંટણીપંચને ઘેરશે અને તા.૬ના ચુંટણી કમિશનરની ઓફીસને ઘેરાબંધી કરવાની જાહેરાત કરી છે.