કેનેડામાં ખાલીસ્તાનવાદીઓ બેફામ : તિરંગાને ફાડી નાખી અપમાન કર્યું : મારી નાખો ના નારા લગાવ્યા
(એજન્સી) ઓટાવા, તા.૨૫:
કેનેડાના ઓટાવામાં ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (જીહ્લત્ન) દ્વારા આયોજિત બિનસત્તાવાર ખાલિસ્તાન લોકમત દરમિયાન ભારતીય ત્રિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હજારો કેનેડિયન શીખોએ ભાગ લીધો હતો, જ્યાં ૅમારી નાખોૅ ના ઉશ્કેરણીજનક નારા લગાવવામાં આવ્યા હતા. જીહ્લત્ન તેની વિધ્વંસક પ્રવળત્તિઓ માટે ેંછઁછ હેઠળ ભારતમાં પ્રતિબંધિત છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત-કેનેડા સંબંધોમાં બરફ ઓગળવા લાગ્યો છે.
૨૩ નવેમ્બરના રોજ ઓન્ટારિયો, આલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા અને ક્વિબેક જેવા
વિવિધ કેનેડિયન પ્રાંતોમાંથી ૫૩,૦૦૦ થી વધુ ખાલિસ્તાન સમર્થકો આ કહેવાતા ‘જનમત‘માં ભાગ લેવા માટે ઓટ્ટાવાના મેકનાબ કોમ્યુનિટી સેન્ટર આવ્યા હતા. સંગઠન અનુસાર, નવજાત શિશુઓથી લઈને વૃદ્ધો સુધીના લોકો સવારથી સાંજ સુધી લાઇનમાં ઉભા રહ્યા. મતદાનનો સમય બપોરે ૩ વાગ્યે પૂરો થયા પછી પણ હજારો લોકો લાઇનમાં રહ્યા, જેના કારણે મતદાન ચાલુ રાખવાની ફરજ પડી હતી.
વીડિયોમાં ‘ઘેરા-કાટો‘ (તેમને ઘેરી લો) જેવા હિંસક નારાઓ દર્શાવવામાં આવ્યા.


