વેલેન્ટાઇન ડે પર ઇ-કોમર્સના વેચાણમાં ૬૦%નો વધારો
(એજન્સી) મુંબઇ તા.૧૪:
વેલેન્ટાઇન ડે પહેલા ઇ-કોમર્સ અને ગિફિટંગ પ્લેટફોર્મ પર વેચાણમાં એક વર્ષ પહેલાના સમાન સમયગાળાની તુલનામાં ૬૦%નો વધારો થયો હતો. આ વર્ષે, ગ્રાહકો ફૂલો, ચોકલેટ, વ્યક્તિગત વસ્તુઓ અને અનુભવ આધારિત ભેટો પર ભારે ખર્ચ કરી રહ્યા છે. ઉદ્યોગ અધિકારીઓએ આ વૃદ્ધિને ડિજિટલ પ્લેટફોર્મ, ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં ઝડપી ડિલિવરીની સુવિધા, પ્રીમિયમ ઉત્પાદનોની માંગ અને આક્રમક પ્રમોશનને આભારી છે.


