ચીન બોર્ડર નજીક હાઈવે પર સુખોઈ-રાફેલ જેવા ફાઈટર પ્લેનનું લેન્ડિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે 

ચીન બોર્ડર નજીક હાઈવે પર સુખોઈ-રાફેલ જેવા ફાઈટર પ્લેનનું લેન્ડિંગ

(એજન્સી)        ગુવાહાટી તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામની મુલાકાતે છે. ઁસ્ ચાબુઆ એરફિલ્ડ પહોંચ્યા હતા અને ત્યારબાદ વાયુસેનાના ઝ્ર-૧૩૦ વિમાનમાં બેસીને દિબ્રુગઢના મોરન બાયપાસ ખાતે ઈન્હ્લ માટે રવાના થયા હતા. વડાપ્રધાનનું વિમાન દિબ્રુગઢ નજીક મોરન બાયપાસ પર ઈન્હ્લ એરસ્ટ્રીપ પર ઉતર્યું. આ એરસ્ટ્રીપ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે તે ચીન સરહદથી માત્ર ૩૦૦ કિમી દૂર છે. ઈન્હ્લને ખાસ કરીને વાયુસેના દ્વારા નોર્થ-ઈસ્ટ ભારતમાં ઈમરજન્સી દરમ્યાન લશ્કરી અને સિવિલ વિમાનોના લેન્ડિંગ અને ઉડાનમાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ઈન્હ્લ કુદરતી આફતો અને યુધ્ધ જેવી પરિસ્થિતિઓ દરમ્યાન નોર્થ-ઈસ્ટમાં બચાવ અને રાહત કામગીરીને ઝડપી બનાવશે. વડાપ્રધાનની હાજરીમાં, રાફેલ અને સુખોઈ સહિત ૧૬ ફાઇટર જેટ ઈન્હ્લ ખાતે એરિયલ શો કરી રહ્યા છે. આ દરમિયાન, વિમાન હાઇવે પરથી જ લેન્ડિંગ અને ટેકઓફનું પ્રદર્શન કરી રહ્યા છે. આ પ્રદર્શન લગભગ ૩૦-૪૦ મિનિટ ચાલ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીનો આ ત્રીજો આસામ પ્રવાસ છે. રાજ્યમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.