આવતી કાલે ભારત - પાકિસ્તાન વચ્ચે ્૨૦ વર્લ્ડ કપનો મહામુકાબલો

આવતી કાલે ભારત - પાકિસ્તાન વચ્ચે ્૨૦ વર્લ્ડ કપનો મહામુકાબલો

(એજન્સી)          કોલંબો: તા.૧૪
ક્રિકેટના ચાહકો હવે આવતીકાલની રાહ જોઈ રહયા છે જ્યારે ભારત અને પાકિસ્તાન અહીંના પ્રેમદાસા સ્ટેડિયમમાં ટકરાશે. બંને ટીમોના થિંક ટેન્ક માટે સૌથી મોટો કોયડો એ રહેશે કે અહીં ધીમી પિચ પર ‘રહસ્યમય સ્પિનરો‘નો સામનો કેવી રીતે કરવો. બંને ટીમોના બેટ્સમેનોએ તેઓ જે રહસ્યમય બોલરોનો સામનો કરવાના છે તેમના વીડિયો જોતા જ હશે. ભારત પાસે વરૂણ ચક્રવર્તી છે, જ્યારે પાકિસ્તાની ટીમ અબરાર અહેમદ અને ઉસ્માન તારિકને મેદાનમાં ઉતારશે. જો આ બોલરોએ પ્રેમદાસા ખાતે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી મેચ જોઈ હોય, તો તેઓ રવિવારે અહીં યોજાનારી મેચ પહેલા ખૂબ જ ઉત્સાહિત હશે. અહીં, ઝિમ્બાબ્વેના બોલરોએ ધીમા બોલનો ઉપયોગ કરીને ઓસ્ટ્રેલિયા પર ૨૩ રનથી અપસેટ વિજય મેળવ્યો.ગયા વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમ્યાન ચક્રવર્તીના સાઇડસ્પિનથી ઓવરસ્પિનમાં સ્વિચ કરીને તેણે સુધારો કર્યો. એંગલમાં થોડો ફેરફાર હોવા છતાં, ચક્રવર્તી અન્ય ઘણા સ્પિનરો કરતાં વધુ ઝડપી બોલિંગ કરે છે (સરેરાશ ૯૫ કિમી પ્રતિ કલાક). જોકે, આ ટ્રેક તેને ધીમો પાડવા માટે દબાણ કરી શકે છે.
બાબર આઝમ જેવા બેટ્સમેન માટે આ સારૂં નથી, જે ચોથા નંબર પર બેટિંગ કરે છે અને ચક્રવર્તીની બોલિંગ સામે સંઘર્ષ કરે છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન હજુ પણ શરૂઆતથી જ સંઘર્ષ કરી રહ્યા છે.