ભારત પાસપોર્ટ રેન્કિંગમાં ૭૫મા સ્થાને પહોંચ્યું : ૫૬ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી
(એજન્સી) નવી દિલ્હી તા.૧૪:
ભારતીય પાસપોર્ટની વૈશ્વિક પ્રતિષ્ઠામાં આ વર્ષે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા ૐીહઙ્મીઅ શ્ ઁટ્ઠિંહીજિ દ્વારા પ્રકાશિત ૐીહઙ્મીઅ ઁટ્ઠજજॅિર્ં ૈંહઙ્ઘીટ મુજબ ભારત હવે ૮૫મા સ્થાનેથી ઉછળી ૭૫મા સ્થાને પહોંચ્યું છે. આ દસ સ્થાનની છલાંગ ભારતીય નાગરિકો માટે આંતરરાષ્ટ્રીય મુસાફરીને વધુ સરળ અને સુગમ બનાવતી મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. હવે ભારતીય પાસપોર્ટ ધારકોને વિશ્વના ૫૬ દેશોમાં વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઇવલની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આનો અર્થ એ છે કે પ્રવાસ પહેલાં લાંબી અને જાટિલ વિઝા પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂરિયાત ઘણા દેશોમાં ઓછી થઈ ગઈ છે.


